ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (13:41 IST)

દેશમાં કુશળ કર્મચારીઓની તંગી

નવી દિલ્હી(ભાષા) દેશમાં કુશળ કર્મચારીઓની સંખ્યા સિમિત છે જેને કારણે પ્રતિભાવાન લોકોને તડાકો પડી ગયો છે અને તેના લીધે તેઓને મસમોટા પગાર ચુકવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાના કારણે કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે જે દેશની અર્થ વ્યવસ્થા માટે નુકસાન કારક બની ગઈ છે.

આ ચોંકાવનારો ઘટસ્ફોટ આર્થીક સમીક્ષા દરમિયાન થયો હતો. સમિક્ષા મુજબ દેશના ટેકનિકલ તેમજ આઉટસોર્સિંગ ક્ષેત્રમાં જ નહીં પરંતુ અન્ય કોર્પોરેટ ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓની કમી છે. સારા અને કુશળ કર્મચારીઓની તંગી પુરી કરવા માટે માન્યતા પ્રાપ્ત વિશ્વવિધાલયો, શિક્ષા તથા કૌશલ્ય વિકાસ જેવા ખાનગી અને ગેરખાનગી સંસ્થાનોને પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે. સમીક્ષામાં વિદેશી વિશ્વવિધાલયોના ભારતમાં પ્રવેશ સંબંધીત નિયમોમાં ઉદારતા દાખવવાની જરૂર છે. જેને કારણે કુશળ કર્મચારીઓમાં વધારો થાય અને તેના લીધે કંપનીઓના રોકાણ તથા ખર્ચમાં થતાં વધારા પર નિયંત્રણ રાખી શકાશે.