શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2015 (15:45 IST)

ધોનીએ બાંગ્લાદેશી ખેલાડીને કેમ માર્યો ધક્કો ?

બાંગ્લાદેશ અને ઈંડિયા વચ્ચે રમાયેલ પ્રથમ વનડેમાં ધોની અને મુસ્તફિજુર વચ્ચે વિવાદ થઈ ગયો. બાંગ્લાદેશના બોલરની હરકતોથી કંટાળીને મહેન્દ્ર સિંહ ધોનીએ રન લેતી વખતે મુસ્તફિજુરને જોરદાર ધક્કો મારી દીધો. આ ઘટના ભારતીય રમતની 24મી ઓવરમાં થઈ. આ ઓવર મુસ્તફિજુર ફેંકી રહ્યો હતો. આ ઓવરની બીજી બોલ પર ધોનીએ શૉટ રમીને રન માટે દોડ લગાવી દીધી અને વચ્ચે આવેલ મુસ્તફિજુરને જોરદાર ધક્કો મારતા રન પૂરો કર્યો. ધોનીના વર્તાવને આપત્તિજનક માનતા તેમની 75 ટકા ફી કાપી લીધી. 
 
કેપ્ટન કુલે આવુ કેમ કર્યુ ?
 
ઉલ્લેખનીય છે કે વનડે ડેબ્યૂ કરનારા મુસ્તફિજુર ભારતીય રમતમાં શરૂઆતથી જ બોલિંગ કર્યા પછી બેટ્સમેનની લાઈનમાં આવી રહ્યા હતા.  આ કારણે રોહિત શર્મ, શિખર ધવન અને સુરેશ રૈનાને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.  એકવાર તો રોહિત તેમની આ હરકતથી ગુસ્સામાં આવી ગયા.  પણ જ્યારે આ હરકત તેમણે ધોની સામે કરી તો કેપ્ટન કુલ કંટ્રોલ ન કરી શક્યા અને ધક્કો મારતા રન પુરા કર્યા. 
 
સ્લૈજિંગ કરતા જોવા મળ્યા બાંગ્લાદેશી 
 
ભારતીય બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યા હતા તો ગલી પોઈંટ  અને સ્લિપમાં ઉભેલા નિકટના ફિલ્ડર્સ સ્લૈજિંગ કરતા જોવા મળ્યા. શાકિબ અલ હસને તો ધોનીને આઉટ કર્યા પછી કેટલાક અપશબ્દ પણ કહ્યા. 
 
બાંગ્લાદેશનુ રેકોર્ડ પ્રદર્શન 
 
ટીમ ઈંડિયા પ્રથમ વનડેમાં બાગ્લાદેશના હાથે 79 રનથી હારી ગઈ. બાંગ્લાદેશના વનડે ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેણે ભારત વિરુદ્ધ 300 રનનો આંકડો પાર કર્યો છે. બાંગ્લાદેશે પોતાના ક્રિકેટ ઈતિહાસમાં ત્રીજા મોટા અંતરથી જીત નોંધાવી છે. આ પહેલા તેમને વેસ્ટ ઈંડિઝને 160 રન અને પાકિસ્તાનને 79 રનથી હરાવ્યુ હતુ. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 49.4 ઓવરમાં 307 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 228માં જ પેવેલિયન ભેગી થઈ ગઈ.