મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ધોનીને લઈને મુંડા-નિશંક વચ્ચે વિવાદ

N.D
મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાંડ એમ્બેસેડર બનાવવાને લઈને ઝારખંડ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સામસામે છે.

ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રમેશ ચંદ્ર પોખરિયાલ નિશંક બંને મુખ્યમંત્રી ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના રાજ્યના બ્રાંડ એમ્બેસેડર બનાવવા માંગે છે. જેને લઈને બંને મુખ્યમંત્રીઓએ પર્યાવરણ મંત્રી જયરામ રમેશને ફરીયાદ પણ કરી છે.

નિશંકે કહ્યુ કે ધોની અલ્મોડા મતલબ ઉત્તરાખંડના છે અને અમારી ઈચ્છા છે કે જિમ કાર્બટ પાર્કમાં જઈને તેઓ વાધના સંરક્ષણ માટે શટિંગ કરે અને ઉત્તરાખંડના બ્રાંડ એમ્બેસેડર બને.

જ્યારે કે ઝારખંડના સીએમ અર્જુન મુંડાનુ કહેવુ છે કે ધોની રાંચીના છે તેથી તેઓ અમારા રાજ્યના છે. અમારી ત્યાં પલામૂ રિઝર્વ પાર્ક છે, તેથી તેમને વાઘના સંરક્ષણ માટે ઝારખંડમાં અવાજ ઉઠાવવો જોઈએ, અમે તેમને પાંચ એકર જમીન આપી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વાધોના સંરક્ષણને લઈને એક જાહેરાતમાં ધોની જોવા મળે છે. જેને લઈને ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડા વાઘના સંરક્ષણ આપવાના નારાને બુલંદ કરવા માટે ધોનીને બ્રાંડ એમ્બેસેડર બનાવવા માંગે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રમેશ ચંદ્ર પોખરિયાલનુ કહેવુ છે કે ધોની ઉત્તરાખંડના છે તો તેઓ ઉત્તરાખંડના બ્રાંડ એમ્બેસેડર બનશે. આ વાતને લઈને બંને રાજ્યોના ભાજપાના મુખ્યમંત્રીઓ એકબીજા સાથે વિવાદ પર ઉતર્યા છે. હવે જોવાનુ એ છે કે તેમની આ લડાઈ વચ્ચે ધોની કયા રાજ્યના બ્રાંડ એમ્બેસેડર બને છે.

ધોની મૂળ રૂપે ઉત્તરાખંડના રહેનારા છે, પરંતુ બાળપણથી જ ઝારખંડમાં રહ્યા અને અહીથી જ પ્રથમ રણજી મેચ રમી. પછી ભારતીય ટીમમાં આવ્યા અને હવે વિશ્વકપ જીતનારી ટીમના કપ્તાન છે.