બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , બુધવાર, 29 ડિસેમ્બર 2010 (10:56 IST)

નક્સલવાદ સૌથી મોટુ સંકટ - પ્રણવ

નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યુ કે નક્સલવાદ શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટુ સંકટ છે.

નક્સલવાદને દેશની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટુ સંકટ બતાવતા નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યુ કે આનો ફેલાવો આંશિક રૂપે સ્થાનીક લોકોની ઉપેક્ષાઓ પર ખરો ઉતરવામાં નિષ્ફળતાને પરિલક્ષિત કરે છે.

મુખર્જીએ કહ્યુ કે આ ખાસ રીતે દેશના આર્થિક રીતે થોડા વધુ પછાત વિસ્તારોમાં વામપંથી ચરમપંથના ફેલાવને લઈને ચિંતિત છે. મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાનીમાં સીઆરપીએફના 71માં સ્થાપના દિવસ પર આયોજીત સમારંભમાં કહ્યુ કે દેશના આર્થિક રીતે કેટલાક સૌથી વધુ પછાત વિસ્તારોમાં વામપંથી ચરમપંથના ફેલાવને લઈને વિશેષ રૂપે ચિંતિત છુ. આ આર્થિક રીતે સ્થાનીક લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં અમારી અસફળતાને પ્રદર્શિત કરે છે.

તેમણે સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યુ કે માઓવાદીઓ દ્વારા ઉભુ થયેલુ સંકટ શાંતિ અને સુરક્ષાને થનારુ સૌથી સંકટમાંથી એક છે. સરકારે માઓવાદથી પ્રભાવિત વિવિધ પ્રદેશોમાં નક્સલવાદ નિરોધક અભિયાન માટે સીઆરપીએફના લગભગ 60 હજાર જવાનોને ગોઠવ્યા છે.