શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2010 (12:55 IST)

નક્સલી અલ્ટીમેટમ, બસ થોડાક જ કલાક બાકી

છત્તીસગઢમાં નક્સલીઓનુ 48 કલાકનુ અલ્ટીમેટમ મંગળવારે સમાપ્ત થઈ જશે. છત્તીસગઢના વીજાપુરથી નક્સલીઓએ ચાર પોલીસ કર્મચારીઓનુ અપહરણ કર્યુ છે. જેને માટે તેમણે સરકારને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે, જેની સમય સીમા મંગળવારે પુરી થઈ જશે.

આ દરમિયાન નક્સલીઓના ચંગુલમાં ફંસાયેલા ચાર પોલીસ કર્મચારીઓના પરિવારવાળા હૈદરાબાદ પહોંચ્યા છે. પોતાના પરિવારના સભ્યોની મુક્તિની વિનંતી લઈને તેઓ હૈદરાબાદ વરવર રાવને મળવા પહોંચ્યા છે. વરવર રાવ નક્સલીઓના સમર્થક છે એવુ માનવામાં આવી રહ્યુ છે.

છત્તીસગઢ સરકાર અને નક્સલીઓના સમર્થક વરવર રાવે બંધક પોલીસ કર્મચારીઓને છોડવાની અપીલ કરી છે.

આ દરમિયાન રાજ્ય સરકારે બંધક પોલીસ કર્મચારીઓને છોડાવવાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. પોલીસ કર્મચારીઓની સકુશળ મુક્તિ માટે રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ સરકારના સંપર્કમાં છે.

નક્સલીઓએ એક સંદેશ દ્વારા અપહરણ કરાયેલા પોલીસ કર્મચારીઓ સકુશળ હોવાનો દાવો કર્યો છે. સાથે જ નક્સલીઓએ બંધક બનાવવામાં આવેલ પોલીસ કર્મચારીઓને છોડવા માટે સરકારને ઓપરેશન ગ્રીન હંટ બંધ કરવા, જેલોમાં બંધ નક્સલીઓને છોડવા, પોલીસ અત્યાચાર રોકવા અને શાંતિવાર્તા શરૂ કરવા સહિત ઘણી માંગો કરી છે.

આ માંગ પૂરી ન થતા નક્સલીઓએ પોલીસ કર્મચારીઓની હત્યાની ધમકી આપી છે.

નક્સલીઓએ પોતાની માંગને પૂરી કરવા માટે રવિવારે સાંજે છત્તીસગઢ પોલીસને 48 કલાકનો સમય આપ્યો હતો, જે મંગળવારે સાંજે પૂરો થઈ જશે.