શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 8 એપ્રિલ 2013 (15:30 IST)

નદીમાં પાણી નથી તો શુ પેશાબ કરુ ? પવાર

.
P.R
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર એકવાર ફરી વિવાદમાં છે. તેમના આ વિવાદનુ કારણ છે દુકાળને લઈને કરવામાં આવેલ એક આપત્તિજનક ટિપ્પણી, મહારાષ્ટ્રના ઈંદ્રાપુરામાં આપવામાં આવેલ એક નિવેદનમાં અજીતે કહ્યુ કે બાંધમાં પાણી નહી તો શુ પેશાબ કરુ. જો કે પછી તેમણે પ્રેસ રીલીઝ દ્વારા માફી માંગી છે.

એકતરફ મહારાષ્ટ્રમાં દુષ્કાળના કારણે લોકોની હાલત દયનીય છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જે ટિપ્પણી કરી છે તો તે વાંધાજનક તો છે પણ અત્યંત શરમજનક પણ છે. આ એ જ અજીત પવાર છે જેમના પર સિંચાઈની જવાબદારી છે.

એનસીપીના પ્રમુખ અને કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારના ભત્રીજા અજીત પવારે પુણેમાં આયોજીત એક સભામાં કહ્યુ હતુ કે જો પાણી જ ન હોય તો મળશે ક્યાંથી, બંધમાં પાણી ન હોય તો શું કરીએ. તેમણે કહ્યુ કે ભૂખહડતાલ કરવાથી પાણી નહીં મળે, પાણી પાણી શું કરો છો, નદીમાં પાણી નથી તો શું તેમાં પેશાબ કરીએ?

પવારે કહ્યુ હતુ કે એક માણસ 55 દિવસથી ડેમમાં પાણી છોડવાની માંગ કરી રહ્યો છે અને ઉપવાસ કરી રહ્યો છે. શું તેને પાણી મળ્યુ. પાણી નથી તો શું કરીએ?

અજીત પવારના આ પ્રકારના શરમજનક નિવેદન સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમની વિરુદ્ધ અનેક સ્થળોએ દેખાવો યોજવામાં આવ્યા છે. જ્યારે ભાજપે અજીત પવારના રાજીનામાની માંગ કરી છે.