શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

નાગાલેન્ડમાં ઉંદરોનો આતંક

ખેડૂતો માટે ઉંદરો બન્યા માથાનો દુખાવો

નાગાલેન્ડના પારેન તથા દીમાપુર જિલ્લામાં ઉંદરોનો આતંક વધી રહ્યો છે. ઉંદરના ટોળા ખેતરોમાં ઉભા પાક ઉપર હુમલો કરી પાકને નષ્ટ કરી દેતાં આ વિસ્તારમાં અનાજ સંકટનો ખતરો વધી જવા પામ્યો છે.

પારેન તથા દીમાપુરની તલહટીયાંમાં છેલ્લા છ મહિનામાં ઉંદરોની સંખ્યામાં અનેકગણો વધારો થઇ રહ્યો છે. કૃષિ વિશેષજ્ઞો અને અધિકારીની સામે મોટો પડકાર ઉભો થયો છે.

કૃષિ વિભાગના વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, ઉંદરોથી પ્રભાવિત ગામલોકોએ ઉંદરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે કીટનાશકોના છંટકાવ જેવા પરંપરાગત તરકીબો અપનાવી છે. પરંતુ કોઇ સફળતા મળી નથી.

જેને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રાલયના સલાહકાર ડો.એમ.કે મોહન રાવને છેલ્લા સપ્તાહે ત્યાં જવું પડ્યું હતું. ડો. રાવે પારેન જિલ્લાના દુંગકી, લમ્હી, દેકોરેમ, જુના જલુકાઇ સહિત ગામોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ગામલોકોએ આ વખતે ચોખાનું ઉત્પાદન ઓછું થવાની દહેશત વ્યક્ત કરી હતી.