બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2013 (10:33 IST)

નારાયણ સાંઈના સેવકના વોટ્સઅપમાં આ કેવા મેસેજ ?

P.R
નારાયણ સાંઈ ફરાર છે. સૂરતની બે બહેનોએ જ્યારથી તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે ત્યારથી તેઓ પોતાના ભક્તોને પણ જોવા મળ્યા નથી, પણ તેમના સેવાદારો તરફથી જે ખુલાસા થઈ રહ્યા છે તે ચોંકાવનારા છે. પોલીસના જણાવ્યા મુજબ નારાયણ સાંઈનો એક રાજદાર પોલીસના હાથમાં આવ્યો છે. મોહિત ભોજવાની નામના આ સેવાદારની પોલીસે 12 ઓક્ટોબરના રોજ સૂરતના સિટીલાઈટ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં પોલીસે તેની બીજીવાર રિમાંડની અપીલ કરી છે. પોલીસે જે કોર્ટને બતાવ્યુ છે તે હેરાન કરનારું છે. પોલીસનુ માનીએ તો મોહિતના વોટ્સઅપ પર એવા સંદેશ મળ્યા છે જે કોઈ મોટી હત્યાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

મોહિત જયપુરનો રહેનારો છે. મોહિત અને નારાયન સાંઈના મોબાઈલની લોકેશન પાંચ ઓક્ટોબરના રોજ જયપુરમાં મળી હતી. તેના એક દિવસ પછી મતલબ છ ઓક્ટોબરના રોજ બે બહેનોએ નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદથી જ નારાયણ સાંઈનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. પણ પોલીસે નારાયણ સાંઈના સેવાદાર મોહિત ભોજવાનીને પકડી લીધો. પોલીસે મોહિતની રિમાંડ વધારવાની માંગને લઈને કોર્ટમાં તેમના મોબાઈલ ફોનથી મોકલેલ કેટલાક સંદેશા બતાવ્યા. આ સંદેશ હિંસાત્મક છે. મરવા મારવાની વાત કરે છે. મોહિતે તેને પોતાના મોબાઈલના વોટ્સઅપ દ્વારા કોઈને મોકલ્યા હતા.

મોકલાયેલા સંદેશ આ મુજબ છે

1. મોકલેલ સામાન મળ્યો કે નહી, જો મળ્યો છે તો રામ-રામ, મોનિકા, નહી મળ્યો તૂ હરિ-હરિ.
2. શુ કરુ ? કોને મારુ ? કોને મારીને મારુ.
3. મને એવો સાઘક જોઈએ જેનુ દિલ મજબૂત હોય. જે જીવની પરવા ન કરતો હોય.
4. આ જ હુ કહી રહ્યો છુ કે સાઘકોની ટીમ બનાવીએ અને સૌની ફા... નાખીએ.


પોલીસના દાવામાં દમ છે કે મોહિત કોઈ મોટી યોજનાને અંજામ આપવાની કોશિશમાં છે. કોર્ટને પોલીસે જણાવ્યુ કે મોહિતે 7 ઓક્ટોબર મતલબ નારાયણ સાંઈ પર બળાત્કારનો કેસ નોંધાયા બાદ એક સંદેશ કોઈને મોકલ્યો. જેમા લખ્યુ છે કે આ બધી કમી..ની ઓફિસને જાણ હોય અને યોજના બનાવીને પુરી પાડજો. સાંભળો આપણે એક અલગ ગ્રુપ બનાવીએ જે આ કામ કરશે. એક લિસ્ટ બનાવીએ જેમા વધુ લોકોની જરૂર નથી.

પોલીસના મુજબ આ સંદેશ બાદ નારાયણ સાંઈના આ સેવાદાર મોહિતે અમિત નામના એક સાઘકને મોબાઈલ પર સંદેશ મોકલીને કહ્યુ કે આ બે માણસોનુ કામ નથી. મીટિંગ કરીશુ અને દસ લોકો મળીને આ યોજના પાર પાડશે. હવે પ્રશ્ન એ છે કે નારાયણ સાંઈનો આ સેવક મોહિત કયા કામને અંજામ આપવા માંગતો હતો. કોણે મારવાની વાત કરી રહ્યો હતો. એવા સેવકોની જરૂર કેમ હતી જે પોતાના જીવની પરવા ન કરે. હાલ પોલીસે આ સ્પષ્ટ નથી કર્યુ. પોલીસે આ સંદેશા રહસ્યમયી અને હિંસક બતાવ્યા છે. હજુ મોહિતનુ લેપટોપ જપ્ત કરવાનું બાકી છે.

પોલીસના મુજબ આ લેપટોપમાં મોહિતે ઘણા આપત્તિજનક મેલ, કે ફોટો કે વીડિયો અપલોડ કર્યા છે. આ લેપટોપની જપ્તી માટે જયપુર તેના ઘરે જવુ જરૂરી છે.