ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 31 ઑગસ્ટ 2013 (10:30 IST)

નિર્દોષ છે તો કેમ એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યા છે આસારામ ?

P.R
શનિવારના દિવસે આસારામને ભારી પડી શકે છે, જોઘપુરથી ઈન્દોર, ઈન્દોરથી સૂરત અને સૂરતથી ભોપાલ અને ભોપાલથી ફરી ઈન્દોર, ધરપકડથી બચવા માટે આસારામ બાપૂએ ઘણી તરકીબો અજમાવી, પણ પોલીસ શનિવારે તેમને કેમ પણ કરીને પકડી લેવા માંગે છે.

પોલીસ આસારામને આજે કોઈપણ ક્ષણે કાયદાકીય શકંજામાં કેદ કરી શકે છે. ભોપાલથી ભાગીને ઈન્દોર આશ્રમમાં પહોંચેલ આસારામને જોઘપુર પોલીસ આજે ધરપકડ કરી શકે છે. જ ઓઘપુરથી પોલીસની એક ટીમ પણ ઈન્દોર માટે રવાના થઈ ચુકી છે. મોડી રાત્રે જોઘપુરથી પોલીસ ટીમ ઈંદોર માટે નીકળી છે.

આસારામ ભોપાલથી ફ્લાઈટ પકડીને ઈન્દોર આવવાના હતા, પણ એયરપોર્ટ પર તેમના સમર્થકોએ મીડિયા સાથે દુર્વ્યવ્હાર કર્યો. કેટલાક પત્રકારો સાથે મારપીટ પણ થઈ. હંગામો થવાને કારણે જ આસારામની ફ્લાઈટ છૂટી ગઈ. જ્યારબાદ દેવાસના રસ્તે આસારામ ઈંદોર પહોંચ્યા, પણ ભોપાલથી લઈને દેવાસ અને ઈન્દોર સુધી આસારામે કોઈની સાથે વાતચીત ન કરી.

આસારામ ગાડીમાં આગળની સીટ પર બેસેલા હતા અને દેવાસ બાય પાસ પર ટોલ ટેક્સ ચુકવીને ઈન્દોર માટે રવાના થઈ ગયા. બાયપાસ પર જ્યારે મીડિયાએ જોયુ તો તેમણે કેમરામાં મોઢુ સંતાડી દીધુ.


જોઘપુરથી ઈન્દોર, ઈન્દોરથી સૂરત અને સૂરતથી ભોપાલ અને ભોપાલથી ફરી ઈન્દોર. ભાગમભાગના આગાળાઁઆં આસારામ બાપૂએ બચવાના ઘણા પ્રયત્નો કર્યા. અંતિમ હથિયારના રૂપમાં કોર્ટમાં અગ્રિમ જમાનતની અરજી કરી હતી કે આ વયમાં અને એક સંતના રૂપમાં આ દાગ શોભતા નથી પણ કોર્ટે તેમને ઠેંગો બતાવી દીધો.

ગુજરાત હાઈકોર્ટના જજની મફત સલાહથી બાબાનો ખિલાયેલો ચહેરો પણ કરમાય ગયો. જજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે એ જ યોગ્ય રહેશે કે તમે અરજી પરત લઈ લો. રદ્દ કરવામાં આવશે તો મુશ્કેલી ઉભી થશે. આસારામે કોર્ટમાં ખોટુ કહ્યુ હતુ કે સાંસારિક બંધનોથી મુક્તિની જડીબુટી વેચનારા આસારામના વેવાઈના અંતિમ સંસ્કારમાં જવા માટે શરણ માંગી હતી, પરંતુ જજ સાહેબે કહ્યુ કે 'કેવી વાત કરો છો બાબા, કાયદાથી કોઈ બચી શકે છે.

બીજી બાજુ ભોપાલમાં આસારામના ચેલા મુશ્કેલી ઉભી કરી રહ્યા છે તો રાજસ્થાનમાં મથાનિયાની પાસે તેમના ભાઈ બંધુ આતંકનો જુદો જ પ્રસાદ વહેંચી રહ્યા હતા. ધમકીથી લઈને પ્રવચન સુધી દરેક વખતે આસારામ અને તેમના ચેલાઓએ આરોપોને ખોટા બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો બીજી બાજુ પુત્રીના દર્દથી ઘાયલ પિતા પણ દુનિયાને પોતાની હકીકત બતાવી રહ્યા છે.

આસારામનો ખરેખર ખરાબ સમય ચાલી રહ્યો છે. આસારામના હિતેચ્છુ પણ હવે ગાયબ થઈ ગયા છે. બીજેપીના સૂત્રો મુજબ પાર્ટીના નેતાઓને આ મુદ્દા પર પાર્ટી પ્રમુખે નિવેદન આપવાથી રોકી લીધા છે. તેથી આસારામ ભાગી રહ્યા છે. પોલીસ આસારામને પકડવાની તૈયારીઓમા છે, હવે રામ જાણે ક્યા સુધી બચશે આસારામ.