શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 17 જૂન 2008 (09:06 IST)

પરમાણુ મુદ્દે ટીકા નહીં : મુખર્જી

વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ ભારત અમેરિકા પરમાણુ કરાર પર યુપીએ અને સમર્થક ડાબેરીઓ વચ્ચે મતભેદને ઉકેલવા માટે રચેલી સમિતિની આગામી બેઠકનાં પરીણામ પર રાહ જુઓની નીતિ અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

મુખર્જીએ એક પુસ્તક વિમોચન સમારંભમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'જ્યા સુધી બેઠક ન થાય ત્યા સુધી કશું કહી ન શકાય. ચર્ચા ચાલી રહી છે અને આ પ્રથમ વખત નથી બન્યુ કે અમે મિટિંગ કરી રહ્યાં છીએ. જોઈએ આગળ શુ વાતચીત થાય છે',

સરકાર અને ડાબેરી પક્ષો વચ્ચે મતભેદને ઉકેલવા માટે ગયા વર્ષનાં નવેમ્બર મહિનામં રચવામાં આવેલી યુપીએ ડાબેરી સમિતિ 18 જૂને એ ચર્ચા વિચારણા કરવા કરશે કે શું સરકારે આઈએઈએની સાથે સુરક્ષા કરાર પર સહી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ.
સરકારને આશા છે કે, તેને ડાબેરી પક્ષો પાસેથી સુરક્ષા સંધિ પૂર્ણ કરવાની મંજૂરી મળી જશે.