શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 5 ડિસેમ્બર 2008 (15:12 IST)

પવાર સહિત પાંચને સુપ્રિમની રાહત

સુપ્રિમ કોર્ટે છેતરપીંડીનાં કેસમાં બીસીસીઆઈનાં પૂર્વ અધ્યક્ષ શરદ પવાર અને હાલનાં પ્રમુખ શશાંક મનોહર વિરૂધ્ધ કોલકાતા હાઈકોર્ટે શરૂ કરેલા કાર્યવાહીને રોકવાનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે બોર્ડનાં ઉપાધ્યક્ષ ચિરાયુ અમીન, સચિવ એન શ્રીનિવાસન, પૂર્વ સચિવ નિરંજન શાહ અને રત્નાકર શેટ્ટી વિરૂધ્ધ પણ કાર્યવાહી ચલાવવા પર રોક લગાવી છે.

મુખ્ય ન્યાયાધીશ જી બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ પી સદાશિવમની બેન્ચે અરજીકર્તાને જગમોહન ડાલમિયાને આદેશ આપ્યો છે કે તે બોર્ડનાં વર્તમાન અને પૂર્વ અધિકારીઓની યાચિકા પર પોતાનો જવાબ આપે.

ડાલમિયા પર 1996નાં વર્લ્ડ કપ દરમિયના બોર્ડનાં નાણાં કોષમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેને કારણે તેમને 2006માં બીસીસીઆઈથી દૂર કરવામાં આવ્યા હતા.