શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (21:52 IST)

પાક.બચાવપ્રયુક્તિ કરી રહ્યુ છે:વિદેશમંત્રી

વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યુ હતું કે, મુંબઈ આતંકવાદી હુમલાથી ધ્યાન અન્યત્ર વાળવા પાકિસ્તાને યુદ્ધ જેવું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો છે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, પાકિસ્તાને આતંકવાદી કેમ્પોનો સફાયો કરવો જોઈએ. સાથે સાથે પ્રતિબંધિત જૈ-સે-મહોમ્મદના વડા મસૂદ અઝહર જેવા ત્રાસવાદીઓ અને ગુનેગારોને ભારતને સોંપવા જોઈએ.

સરહદ ઉપર 30થી વધુ આતંકવાદી કેમ્પો છે. આ કેમ્પોને ધ્વંસ કરવાની પાકિસ્તાનની જવાબદારી છે. ભારત પાકિસ્તાનને આપવામાં આવેલા એમએફએનના દરજ્જાને પાછો નહી ખેચે પરંતુ હાલતમાં પડોશી દેશ સાથે કોઈ વેપાર કરવામાં નહી આવે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે ભારતે કોઈ લડાઈની તૈયારીઓ કરી નથી, જ્યારે પાકિસ્તાને તેની સરહદો પર સેનાને સજ્જ કરી દીધી છે.