ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવીદિલ્હી , મંગળવાર, 31 માર્ચ 2009 (15:38 IST)

પાકિસ્તાને ગંભીર થવું પડશે-પીએમ

વડાપ્રધાન ડો.મનમોહનસિંહે સ્પષ્ટ જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેની વાતચીત ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી મુંબઈ આતંકી હુમલોની તપાસ સંબંધમાં પોતાની તપાસનાં રીપોર્ટ જાહેર નહીં કરે.

તેમણે જણાવ્યું હતું કે 26-11નાં રોજ થયેલાં આતંકી હુમલાની ઘટનાની તપાસનાં સંબંધમાં પાકિસ્તાન આરોપીઓને પકડવા હરસંભવ પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ભારતની જરૂરીયાતોને પૂરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ પાકિસ્તાને તે તપાસ અંગેની ગંભીરતા અને દ્રઢનિશ્ચયતા બતાવવી જોઈએ.

લાહોરમાં પોલીસ એકેદમી પર થયેલા હુમલા અંગે ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને આતંકવાદનો સામનો કરવો જોઈએ.