શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી. , શનિવાર, 11 જૂન 2011 (12:18 IST)

પાકિસ્તાને રાણાનો કેસ પ્રભાવિત કર્યો છે - ક્રિષ્ણા

PTI
વિદેશ મંત્રી એસ. એમ કૃષ્ણાએ શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાન, ભારતની સાથે ઈમાનદારી પૂર્વક સંબંધો નથી રાખી રહ્યુ. કૃષ્ણાએ સંકેટ આપ્યો કે ઈસ્લામાબાદે અમેરિકામાં શંકાસ્પદ આતંકવાદી તહવ્વુર રાણાના કેસને પ્રભાવિત કર્યુ.

કૃષ્ણા સાથે સંવાદદાતાઓને જ્યારે પૂછ્યુ કે શુ ભારત માને છે કે અમેરિકામાં સુનાવણી પાકિસ્તાનને કારણે પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યુ, 'જી હા, નક્કી આવુ જ થયુ છે. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક હિતમાં આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાના વર્તનમાં ઈમાનદારી રાખે.

કૃષ્ણાએ આ ટિપ્પણી એ સમયે કરી જ્યારે અમેરિકાની જ્યુરીએ પાકિસ્તાની મૂળના કેનાડાઈ શંકાસ્પદ તવવ્વુર રાણાને એ આરોપોમાં મુક્ત કરી દીધો જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેણે મુંબઈ હુમલામાં મદદ કરી હતી.