શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 11 જુલાઈ 2008 (12:38 IST)

પાયલોટે ત્રણ કલાક ફલાઈટ ચલાવશે-સુપ્રિમ કોર્ટ

મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરી સુપ્રિમ કોર્ટે પાયલોટ માટે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં દરેક પાયલોટે નવ કલાકની ડ્યુટીમાં ત્રણ કલાક વિમાન ચલાવવુ પડશે..

સુપ્રિમ કોર્ટે પાયલોટને નવ કલાકમાં ત્રણ ફ્લાઈટો ચલાવવા માટે દિશા નિર્દેશો જાહેર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવતાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતુ કે દરેક પાયલોટે પોતાની ડયુટી દરમિયાન ત્રણ વખત ફ્લાઈટ ચલાવવાની રહેશે.. સુપ્રિમે ડીજીસીએના નિયમોને અનુસરવા પાયલોટોને આદેશ કર્યો છે. તેમજ આ અંગે આગામી 21 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્રે મહત્ત્વનુ છે કે થોડા દિવસ પહેલાં ઈન્ડીયન એરલાઈન્સનો પાયલોટ ચાલુ ફ્લાઈટમાં ઉંઘી જતાં વિવાદ થયો હતો .