શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 27 ડિસેમ્બર 2013 (14:23 IST)

પાર્ટીની છબિ સુધારવી હોય તો ભ્રષ્ટાચાર-મોંઘવારીનો ઉકેલ લાવો - રાહુલની પાઠશાળા

P.R
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં પોતાની પાર્ટીના મુખ્યમંત્રીઓની ક્લાસ લઈ રહ્યા છે. રાહુલની આ પાઠશાળાનો એજંડા છે લોકસભા ચૂંટણી 2014. રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાની પાર્ટેના મુખ્યમંત્રીઓને સલાહ આપતા કહ્યુ કે જો પાર્ટીએ પોતાની છબિ સુધારવી છે અને 2014ના લોકસભા ચૂંટ્ણીમાં સારુ પરિણામ લાવવુ છે તો ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાનો નિપટારો કરવો પડશે. રાહુલે એ પણ સ્પષ્ટ કર્યુ કે પાર્ટી પાસે સમય ખૂબ જ ઓછો છે અને કામ ઘણુ બધુ છે.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારની સમિક્ષા અને આવનારી લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનાં મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

આ બેઠકમાં કોંગ્રેસ શાસિત 12 રાજ્યોનાં મુખ્યમંત્રી સહિત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં એ.કે.એન્ટોની, સુશીલકુમાર શિંદે, પી.ચિદમ્બરમ, એહમદ પટેલ, જયરામ રમેશ. દિગ્વિજય સિંહ, જર્નાદન દ્વિવેદી, કપિલ સિબ્બલ અને કેવી થૉમસ ઉપસ્થિત છે.

રાહુલ ગાંધીએ પાર્ટીનાં મુખ્યમંત્રીઓને કહ્યુ કે જો પાર્ટીની છબી સુધારવી હોય અને લોકસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરવુ હોય તો ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવો પડશે. રાહુલે સ્પષ્ટ કર્યુ કે પાર્ટી પાસે સમય ખૂબ ઓછો છે અને કામ વધારે.

હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી અને રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી. હાલમાં દેશનાં 12 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, તે રાજ્યોમાં મણિપુર, મિઝોરમ, અસમ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, કેરલ અને મેઘાલયનો સમાવેશ થાય છે.