ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By નઇ દુનિયા|

પોતાની ભૂલોથી શીખશો તો બનશો 'મહાત્મા'

મહાત્મા ગાઁધીની પુણ્યતિથી પર વિશેષ

N.D
મોહનને એક ગુજરાતી કવિતા ખૂબ વિચલીત કરતી હતી. તે કવિતામાં દરેક અંગ્રેજને પાંચસો હિન્દુસ્તાનીઓ બરાબર બતાવ્યા હતા. તેઓ વિચારતા હતા કે હુ પણ પાંચસો અંગ્રેજોની બરાબર બનીશ.

તેણે આ વાત પોતાના મિત્ર મેહતાબને કરી તો તે બોલ્યા મોહન, બધા અંગ્રેજો માઁસ ખાય છે. તુ પણ આવુ ખાવાનુ શરૂ કરીશ તો તાકતવર બનીશ. ત્યારબાદ મોહન રોજ સાંજે પોતાની માઁ ને ખોટુ બોલીને ચાલ્યો જાતો અને મિત્રો સાથે ચૂપચાપ માંસ ખાઈ આવતો. તેણે આખુ એક વર્ષ આવુ કર્યુ. જો કે આ વાત તેમને ખૂંચતી પણ હતી.

એક દિવસે તેમણે નિર્ણય કર્યો કે તેઓ માંસાહાર નહી લે, કારણકે તેણે સમજાઈ ગયુ કે તેનાથી તાકત વધવી એ વાત ખોટી છે. તે દિવસો દરમિયાન તેમનો મોટો ભાઈ કર્જમાં ડૂબી ગયો. જ્યારે આ વાત મોહનને ખબર પડી તો બંની મળીને પોતાના હાથમાં પહેરેલા કડામાંથી થોડુ સોનુ કાપીને કર્જ ચૂકવી દીધુ. સાંજે જ્યારે માતા-પિતાની નજર કડા પર ગઈ તો તેમણે પૂછ્યુ કે આમાંથી સોનુ ક્યા ગયુ.

બંને ભાઈઓએ ખોટુ બોલીને કહી દીધુ કે ક્યાંક તૂટીને પડી ગયુ હશે. એક પછી એક અસત્ય, માઁસાહાર, ચોરી, જેના કારણે મોહનના મનમાં અપરાધભાવ વધતો ગયો. એક દિવસે તેમે પોતાનો અપરાધ સ્વીકારતા બધી વાતો એક ચિટ્ઠીમાં લખીને પિતાજીને આપી દીધી.

પિતાજીએ તે ચિઠ્ઠી વાંચીને ફાડી નાખી અને વગર કોઈ પ્રતિક્રિયાએ તેઓ પથારીમા સૂઈ ગયા. થોડી જ વારમાં તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પિતાની આ અહિંસક પ્રતિક્રિયાએ મોહનને કંપાવી દીધો, તે રડી પડ્યો.


પિતા તેને સજા પણ આપતા તો આટલુ દિલ ન દુ:ખાતુ, જેટલુ તેમના આંસુઓથી દુભાયુ હતુ. તેને આત્મગ્લાનિ થઈ રહી હતી કે પિતાજીનુ દિલ દુભાવીને તેણે એક પ્રકારની હિંસા આચરી છે. આ રીતે તેણે જાણે અજાણે એક બીજો ગુનો કરી નાખ્યો છે. પિતાના એ જ આંસુઓએ મોહનનુ જીવન બદલી નાખ્યુ.

મિત્રો, અહીંથી જ મોહને અહિંસાનો પાઠ શીખ્યો. જે કે હિંસાથી વધુ અસરકારક હોય છે. આ જ અહિંસાના સિધ્ધાંત પર ચાલીને તેમણે અંગ્રેજોને ભારતમાંથી ભગાડવાનુ પોતાનુ બાળપણનુ સ્વપ્ન સાચુ કરી બતાવ્યુ. સાથે સાથે તેમણે દુનિયાને ફરી એક વાર ભારતના પ્રાચીન સિધ્ધાંત 'અહિંસા પરમો ધર્મ'થી અવગત કરાવી દીધી.

આ શક્તિના આધારે જ તેઓ મોહનથી મહાત્મા બની ગયા, એટલે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાઁઘી. આ પ્રસંગ બતાવે છે કે હિંસા માત્ર શારીરિક જ નથી હોતી તે માનસિક પણ હોઈ શકે છે. આ જ કારણે કોઈ પણ પ્રકારની શારીરિક અને માનસિક સતામણી હિંસાની શ્રેણીમાં આવી જાય છે. તેથી આપણે પ્રયત્ન કરવો જોઈએ કે અમારા કોઈ પણ કૃત્યથી બીજાની ભાવનાઓને જાણતા -અજાણતા પણ ઠેસ ન પહોંચે. તેમને દુ:ખ ન પહોંચે, નહી તો આપણે પણ હિંસક જ ગણાશુ.

બીજી બાજુ જોવા જઈએ તો ભૂલ કોનાથી નથી થતી. આપણે બધા ભૂલ કરીએ છીએ,પણ જરૂરી એ છે કે એક વાર ભૂલ થયા પછી તે ભૂલથી કાંઈક શીખવુ જોઈએ, ભૂલને વારંવાર ન કરવી. કારણકે એક મૂર્ખ જ બીજી વાર ભૂલ તે ભૂલ કરી શકે છે જેનુ પરીણામ તે ભોગવી ચૂક્યો છે. તેથી પોતાની ભૂલોમાંથી શીખો. આ જ બુધ્ધિમાનીની નિશાની છે અને બુધ્ધિમાન આવુ જ કરે છે.

બાપુએ પણ ભૂલો કરી, પણ તેમને વારંવાર ન કરી. તેમણે પોતાના જીવનમાં થનારી ઘટનાઓમાંથી ઘણુ બધુ સીખ્યુ. શીખવાના આ ગુણને કારણે જ તેઓ 'બાપૂ' કહેવાયા. તેમણે શિખવાડ્યુ કે પોતાની ભૂલોથી સીખીને કેવી રીતે એક સાધારણ બાળક પણ અસાધારણ વ્યક્તિ બની શકે છે, તો પોતાની ભૂલોથી તે જ રીતે સીખવુ પડશે જેવી રીતે ગાઁધીજી સીખતા હતા.

સાથે જ જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને લઈને ન બેસી રહો. કારણકે આવુ કરીને નિરાશા અને દુ:ખ સિવાય કશુ નહી મળે. જો તમે આગળ વધવા માંગતા હોય તો તે ભૂલથી શિક્ષા લઈને કશુ શીખો.