મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2012 (11:43 IST)

પોર્ન વીડિયો મુદ્દો : સમાચાર ફેલાતાં અટકાવવા છાપા, કેબલ બંધ કરાવ્યા

P.R
કર્ણાટક વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોનારા મંત્રીઓએ પોતાની આ કરતૂત તેમના વિસ્તારમાં કોઇ જાણી ન જાય તે માટે વધુ એક દુષ્કૃત્ય પણ કર્યું..

પૂર્વ મંત્રી લક્ષ્મણ સાવડીએ પોતાના વિસ્તારમાં આ ખબર પહોંચતી અટકાવવા માટે વર્તમાન પત્ર અટકાવી દીધુ, વીજળી બંધ કરાવી દીધી અને ત્યાં સુધી કે કેબલ પણ બંધ કરાવી દીધી.

જો કે મંત્રીજી એ વાત ભૂલી ગયા કે સંચારના આ જમાનામાં ખબરને રોકવી અશક્ય છે.

પહેલાતો મંત્રીએ આખો દિવસ વીજ કનેકશન કટ કરાવી દીધું આખ્ખા દિવસ બાદ વિજળી આવી ત્યારે તેમણે કેબલ કનેકશન બંધ કરાવી દીધું, એટલુંજ નહીં તેમણે કોઇ વર્તમાન પત્ર પણ બુધવારે પોતાના ક્ષેત્રમાં પ્રવેશવા ન દઇ તમામ અખબાર રસ્તામાં જ ખરીદી લીધા.

મંત્રીજી લોકોના ગુસ્સાથી એટલા ડરી ગયા છે કે તેમણે તેમના વિસ્તારમાં લગાવવામાં આવેલા પોતાના તમામ પોસ્ટર પણ ઉતરાવી લીધા, કે ક્યાંક કોઇ તેમના પોસ્ટર પર ગુસ્સો ના ઉતારી દે.

મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જે પોતાનો રિપોર્ટ 12 માર્ચ સુધીમાં ગૃહમાં રજુ કરશે.