ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2012 (16:29 IST)

પ્રિયંકા સાથે પ્રચાર કરવામાં તેના બાળકો પણ

P.R
કોંગ્રેસની સ્ટાર કેમ્પેઇનર પ્રિયંકા ગાંધીએ આજે ઉત્તર પ્રદેશના સીએસએમ નગર ખાતે ચૂંટણીસભા સંબોધી જેમાં તેમણે બસપા સરકાર અને મુખ્યપ્રધાન માયાવતી પર આકરા પ્રહાર કર્યા. તેણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રોમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાના પ્રચાર અભિયાનને આગળ વધારતા આજે દાવો કર્યો કે પ્રદેશની હવા આ વખતે કોંગ્રેસના પક્ષમાં છે.

રાહુલના સંસદીય ક્ષેત્ર અમેઠી અને સોનિયાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના હેઠળ આવનારી વિધાનસભા સીટો પર પ્રચારના બીજા ગાળામાં તે પોતાના બંને બાળકો રેહાન અને મિરાયા સાથે પહોંચી. તેને કરૈઈયા બજારમાં એક જનસભાને સંબોધિત કરી.

પ્રિયંકાએ કહ્યુ કે માયાવતી સરકાર જનતાના પૈસાનો ઉપયોગ મૂર્તિઓ અને પાર્ક ઉભા કરવામાં કરી રહી છે. તેનો ઉપયોગ વિકાસ માટે નથી થઇ રહ્યો. તેમણે કહ્યુ કે જનતાના પૈસા મૂર્તિઓ અથવા પાર્ક બનાવવા માટે નથી, ઉત્તર પ્રદેશની સરકાર જનતાને લૂંટી રહી છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે હવે 22 વર્ષ બાદ એ સમય આવી ગયો છે કે પરિવર્તન લાવવામાં આવે, તમારો મત આવનારા પાંચ વર્ષ માટેનું તમારુ ભવિષ્ય નક્કી કરશે. પ્રિયંકાએ એમ પણ કહ્યુ કે રાજ્યમાં કોંગ્રેસ તરફી પવન ફૂંકાઇ રહ્યો છે