શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લખનૌ , ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2009 (16:29 IST)

બર્ક ભડક્યા મુલાયમ-કલ્યાણ સામે

સમાજવાદી પાર્ટીના બાગી સાંસદ શફકુર્રરહમાન બર્કે કલ્યાણસિંહ સાથે દોસ્તી કરવા માટે પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવની તીખી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, મુસ્લીમ સમાજ બાબરી મસ્જિદને લઇને કલ્યાણસિંહને ક્યારેય માફ નહીં કરી શકે.

બર્કે જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદ ધ્વંસને લઇને અમે કલ્યાણસિંહને ક્યારેય માફ નહીં કરી શકીએ. પોતાની જાતને ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરતા મુલાયમસિંહ યાદવ કલ્યાણસિંહ સાથે કેવી રીતે હાથ મિલાવી શકે કે જે મુસલમાનોને મારવાનું નિવેદન આપતા રહ્યા છે.

મુરાદાબાદ લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહેલા બર્કએ મુલાયમસિંહ યાદવ પર મુસ્લીમ સમાજને બેવકુફ બનાવતા રહ્યા હોવાનો આરોપ લગાવતાં કહ્યું કે, તેમણે પોતાના શાસનકાળમાં સત્તા અને સરકારમાં મુસલમાનોને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યુ નથી.