બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી. , રવિવાર, 15 માર્ચ 2009 (15:25 IST)

બસપા એકલી જ ચુંટણી લડશે-માયાવતી

લોકસભાની ચુંટણીમાં કોઈ પણ પાર્ટીની સાથે ગઠબંધન કરવાની સાફ મનાઈ કરતાં બસપાની સુપ્રીમો માયાવતીએ રવિવારે સંકેત આપ્યો હતો કે ત્રીજા મોર્ચાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર વિશે ચુંટણી બાદ નિર્ણય લેવામાં આવશે.

માયાવતીએ કહ્યું કે આજે તેઓ ત્રીજા મોર્ચાના નેતાઓને રાત્રિભોજ આપી રહી છે અને તેમાં કોઈ પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કે મોર્ચાની ચુંટણીની રણનીતિ વિશે કોઈ પણ ચર્ચા નહિ થાય. પરંતુ સંપ્રગ અને રાજગને સત્તામાંથી બહાર રાખવાની યોજનાઓ વિશે જરૂર ચર્ચા થશે.

માયાવતીએ જણાવ્યું કે બસપાએ બધા જ રાજ્યોમાં 15મી લોકસભાની ચુંટણી પોતાના પગ પર જ લડવાનો નિર્ણય લીધો છે અને ચુંટણી પહેલાં કોઈ પણ પાર્ટીની સાથે ગઠબંધન નહિ કરવામાં આવે.

ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રીએ જણાવ્યું કે જો કે અમે ચુંટણીના પરિણામ આવશે ત્યાર બાદ ગઠબંધન વિશે વિચારીશું જેથી કરીને સંપ્રગ અને રાજગને સત્તામાં આવતાં રોકી શકાય.