શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (17:14 IST)

બાબા આમ્ટેનાં દિકરા-વહુને મૈગ્સેસે પુરસ્કાર

પ્રખ્યાત સમાજસેવી બાબા આમ્ટેનાં પુત્ર પ્રકાશ અને પુત્રવધુ મંદાકિની આમટેને સામુદાયિક નેતૃત્ત્વનાં માટે પ્રતિષ્ઠિત રમન મૈગસેસે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

વ્યવસાયે ડૉક્ટર આમટે દંપત્તિ મહારાષ્ટ્રનાં ચંદ્રપુર જિલ્લામાં આદિવાસી સમુદાય માટે એક હોસ્પીટલ અને શાળા ચલાવે છે.

ફિલીપીન્સનાં ઈસાબેલા રાજ્યનાં ગર્વનર ગ્રેસ પેડાકાની પણ રમન મૈગ્સેસે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. બાળપણથી પોલીયોની બિમારીનાં શિકાર સુશ્રી પેડાકાએ 2004માં યોજાયેલી ચુંટણીમાં પ્રભાવશાળી રાજવંશને હરાવ્યું હતું.

રમન મૈગ્સેસે એવોર્ડ ફાંઉન્ડેશન મુજબ પત્રકારિતા, સાહિત્ય અને સર્જનાત્મક સંચાર ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કાર્ય માટે જાપાનનાં અકીયો ઈશીને પુરસ્કાર આપવામાં આવ્યો હતો, લોકસેવાનાં ક્ષેત્રમાં ફીલીપીન્સનાં ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી એક સંસ્થાને આ સન્માન આપવામાં આવ્યું છે.