શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

બાળ ઠાકરેએ શાહરૂખ પર ફરી નિશાન સાધ્યુ

P.R
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ એકવાર ફરી બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પર નિશાન સાધ્યુ છે.

પાર્ટીના મુખપત્રમાં લખેલ પોતાના લેખમાં બાળ ઠાકરેએ શાહરૂખ પર આરોપ લગાવ્યો છે કે ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' બતાવીને તમામ મુસ્લિમોને આતંકવાદી બનાવવાનુ કામ શરૂ કર્યુ છે.

બાળ ઠાકરેએ લખ્યુ છે કે જ્યારે શિવસેના શાહરૂખ ખાનની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નો વિરોધ કરી રહી હતી તો સરકારે અમારા ઉપર તમામ કેસ ઠોકી દીધા. આટલુ જ નહી મુખ્યમંત્રી અશોક ચૌહાણ પોતે શાહરૂખના બોડીગાર્ડ બની ગયા હતા. ઠાકરેએ કહ્યુ કે ભારતમાં મુસ્લિમોને જેટલી સુરક્ષા હિન્દુસ્તાનમાં મળે છે, તેટલી જ પાકિસ્તાનમાં જન્મ લેવાથી પણ નથી મળતી.