શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2016 (10:42 IST)

બિહારમાં વરુણ ગાંધીના પોસ્ટરો અને તેમના વર્ચસ્વથી BJP આવી એક્શનમાં

અલ્હાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી દરમિયાન સુલતાનપુરથી પક્ષના સાંસદ વરૂણ ગાંધીના સેંકડો પોસ્ટર અને પોતાના બે ડઝન વાહનોના કાફલા સાથે શહેરમાં જે રીતે તેઓ પહોંચ્યા અને રોડ-શો થયો ઉપરાંત તેમના સમર્થકોએ જે પ્રકારનો માહોલ બનાવ્યો તેનાથી અલ્હાબાદમાં પીએમ મોદી બાદ સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં વરૂણ ગાંધી જ રહ્યા.
 
બીજેપી સાંસદ શ્યામા ચરણ ગુપ્તા તરફથી વરુણ ગાંધી પર આરોપ લગાવ્યા છતા પણ અભિનેતા અને બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હાએ વરુણ ગાંધીને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની વકાલત કરી છે. શત્રુધ્ન સિન્હનુ કહેવુ છે કે મારા હિસાબથી યૂપીમાં બીજેપીનો સૌથી યોગ્ય ચહેરો વરુણ ગાંધી બની શકે છે. તેઓ યુવા છે અને બધા તેમને પસંદ કરે છે. તેમને તક આપવી જોઈએ. 
 
 વરૂણના પ્રશંસકો એવુ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે જો પક્ષ આવતી વિધાનસભાની ચૂંટણીમાં જો કોઇ ચહેરાને આગળ કરીને ચૂંટણી ઇચ્છતી હોય તો વરૂણની ઉમેદવારીને પણ ધ્યાનમાં રાખવામાં આવે. જો કે ભાજપના નેતૃત્વને આ બાબત ગમી નથી. ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે સીએમ પદની ઉમેદવારીના મામલામાં કોઇપણ પ્રકારની અટકળબાજીને ફગાવી દીધી છે.
 
 દરમિયાન શત્રુઘ્નસિંહાએ યુપીમાં વરૂણ ગાંધી જ ભાજપનો ચહેરો બની શકે છે તેવુ નિવેદન આપ્યુ છે. શત્રુઘ્નસિંહાએ માંગણી કરી છે કે વહેલી તકે વરૂણ ગાંધીનુ નામ જાહેર થવુ જોઇએ. તેઓ સીએમ પદ માટે સૌથી યોગ્ય છે. દરમિયાન ભાજપ ભલે વરૂણ ગાંધીને નજર અંદાજ કરે પરંતુ વરૂણની જોરદાર મોજુદગી પુર્વ યુપીમાં જોઇ શકાય છે. ભાજપ તેમના વર્ચસ્વને નજર અંદાજ કરી શકે તેમ નથી. અલ્હાબાદમાં ઠેર-ઠેર વરૂણના પોસ્ટરો જોવા મળ્યા હતા.