શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 6 ઑગસ્ટ 2009 (13:20 IST)

બેંક કર્મચારીઓની દેશ વ્યાપી હડતાળ

જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ આજથી પગાર વધારા સહિત જુદી જુદી માંગણીઓને લઇને બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેથી બેકિંગ સેવાને શરૂઆતથી જ અસર થઇ હોવાના સમાચાર મળ્યા છે.

60 હજાર જેટલી બેંક શાખાઓમાં કામગીરીને પ્રતિકૂળ અસર થઇ હોવાના પ્રાથમિક સંકેત મળ્યા છે. હડતાળને ટાળવા માટેના પ્રયાસો મંગળવારે કરવામાં આવ્યા હતા પરંતુ આ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેથી બેંક કર્મચારીઓ હડતાળ પર જવા સહમત થયા હતા.

આજે સવારથી જ બેંક કર્મચારીઓ લડાયક મૂડમાં દેખાયા હતા. અલબત્ત હડતાળનો અંત લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે પરંતુ બેંક કર્મચારીઓ ઝુકવા માટે તૈયાર નથી.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના કન્વીનર સી.એચ. વકેટચલમે ગઇકાલે કહ્યું હતું કે યુનિયન્સે ઇન્ડિયન બેંકસ એસોસિએશન્સ (આઇબીએ)ની પગાર સુધારા ઓફરને ફગાવી દીધી છે. વાતચીતમાં પગારા સુધારા માટેની ઓફર કરાઇ હતી. તેમને કહ્યું હતું કે આઇબીએ દ્વારા 17.5 ટકાના પગાર વધારાની ઓફર કરી હતી. જે

અગાઉની 13 ટકાની ઓફર કરતા વધુ હતી જો કે બેંક મેનેજમેન્ટે ભારપૂર્વક કહ્યું હતું કે કર્મચારીઓને એક એવી પેન્શન સ્કીમ સ્વીકારવી પડશે જેની શરતોની દર વર્ષે સમીક્ષા કરવામાં આવશે. જેથી આ માંગણી યુએફબીયુને સ્વીકાર્ય ન હતી.