બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

બેંક મેનેજરને 14 વર્ષની કેદ

મદુરૈની સીબીઆઇની અદાલતે બેંકના કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે ભારતીય સ્ટેટ બેંક એસબીઆઇના એક પૂર્વ મેનેજરને 14 વર્ષની કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશ સી વી કાર્તિકેયને આ હુકમ કર્યો હતો. એસબીઆઇની શાખાના પૂર્વ મેનેજર દક્ષિણામૂર્તિને 14 વર્ષની જેલ અને 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

તપાસ દરમિયાન તેમની આવક કરતાં તેમની સંપત્તિ ઘણી વધાર હોવાનું બહાર આવ્યું હતું.સીબીઆઇને તપાસ દરમિયાન જણાયું હતું કે, બેંકમાં તેમણે કેટલાય નામોથી ખાતા ખોલી રાખ્યા હતા અને એમાં નાણા જમા કરાવ્યા હતા.