ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 25 એપ્રિલ 2012 (10:31 IST)

બોફોર્સ કૌભાંડ:રાજીવ ગાંધીએ ક્વોત્રોચ્ચિને બચાવ્યા, બિગ બીને ફસાવ્યા હતા

P.R
લગભગ 25 વર્ષ બાદ બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. સ્વીડનના પૂર્વ પોલીસ પ્રમુખ સ્ટેન લિંડસ્ટ્રોમે દાવો કર્યો છે કે બોફોર્સ તોપ દલાલી મામલાના આરોપી ઇટાલિયન વેપારી ઓત્તાવિયો ક્વોત્રોચ્ચિને બચાવવામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાથે સાથે સ્ટેને એમ પણ કહ્યું છે કે રાજીવ ગાંધીએ બોફોર્સ તોપની ખરીદીમાં લાંચ લીધી હોય તેવા કોઇ પૂરાવા નથી.

સ્ટેને જ બોફોર્સ તોપ દલાલી સાથે સંબંધિત 350 પાનાનો દસ્તાવેજ મીડિયાને આપ્યો હતો. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર સ્ટેને એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ મામલામાં અનેક ભારતીય સંસ્થાઓ અને નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીના મિત્રોને વગર કારણે આ મામલામાં સંડોવવામાં આવ્યા. માનવામાં આવે છે કે આમાં સ્ટેનનો ઇશારો અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીના અન્ય નિકટના લોકો તરફ છે.