બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2012 (14:11 IST)

બોફોર્સ મુદ્દા પર રાજ્યસભામાં હંગામો

P.R
બોફોર્સ મુદ્દા પર વિપક્ષના હંગામાને કારણે ગુરુવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ સંપૂર્ણપણે બાધિત થઈ ગયો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.

બપોરે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી જેવી શરૂ થઈ ભાજપ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ, સીપીએમ, સીપીઆઈ, શિવસેના, બીજેડી, જનતાદળ સહીત જુદીજુદી પાર્ટીઓએ બોફોર્સનો મુદ્દો ઉઠાવ્યો. જો કે આ તમામ પાર્ટીઓમાં ભાજપ સૌથી વધારે જલદ રજૂ કરતું દેખાયું હતું.

રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પહેલા 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરી દીધી. સવા અગિયાર વાગ્યે ગૃહની બેઠક ફરીથી શરૂ થઈ તો વિપક્ષી સાંસદોએ ફરીથી શોરબકોર કરવાનો ચાલુ કર્યો.

હામિદ અંસારીએ સાંસદોને કહ્યુ કે તેઓ 12 વાગ્યે આ મુદ્દો ઉઠાવી શકે છે, પરંતુ એનડીએના સાંસદ પ્રશ્નકાળ સ્થગિત કરીને તેના પર ચર્ચાની માગણી કરતા રહ્યા. ભાજપના રવિશંકર પ્રસાદ ડૉ. અંસારીની સાથે ચર્ચામાં રહ્યા. બીજી તરફ કોંગ્રેસના સાંસદોએ ભાજપ પર હુમલો કરવાનો શરૂ કરી દીધો. જો કે શોરબકોરમાં કંઈપણ સ્પષ્ટપણે સાંભળી શકાતું ન હતું. સ્થિતિને બેકાબુ થતી જોતા ડૉ. અંસારીએ 12 વાગ્યા સુધી ગૃહને સ્થગિત કરી દીધું.