શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

બ્રિટિશના પ્રધાનમંત્રી બોલ્યા - જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે દિલગીર છુ

.
P.R
ઈગ્લેંડના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને આજે સવારે જલિયાવાલા બાગ પહોંચ્યા અને ત્યા નરસંહારમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. જલિયાવાલા બાગ પહેલા કેમરૂને સુવર્ણ મંદિર જઈને માથુ ટેકવ્યુ. એવુ પ્રથમવાર બન્યુ છે કે કોઈ બ્રિટિશ પ્રધાનમંત્રી જલિયાવાલા બાગ ગયા હોય. ત્યા લખેલ પોતાના શ્રદ્ધાંજલિ નોટમાં કેમરૂને કહ્યુ કે એ ઘટના બ્રિટિશ ઈતિહાસની સૌથી શરમજનક ઘટના હતી. વિંસ્ટન ચર્ચિલે તેને 'રાક્ષસી' બિલકુલ સાચુ કહ્યુ હતુ. આપણે એ ક્યારેય ન ભૂલવુ જોઈએ કે ત્યા શુ થયુ હતુ. અને એ ખાતરી કરી લેવી જોઈએ કે બ્રિટન કાયમ શાંતિપૂર્ણ પ્રદર્શનોના અધિકારના પક્ષમાં ઉભુ રહે.

બ્રિટનના વડાપ્રધાન કેમરૂન સ્વર્ણ મંદિર તથા જલિયાંવાલા બાગ જોવા અમૃતસર પહોંચ્યા હતા. તેઓ જ્યારે અમૃતસર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તથા અન્ય મંત્રીઓએ કર્યું હતું.

જલિયાંવાલા બાગ નરસંહાર બ્રિટિશ રાજમાં 1919માં જનરલ ડાયરના આદેશ પર કરવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેમરૂનની આ યાત્રાને કારણે શહેરમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી.