શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ભંવરીકેસમાં બિશ્નોઈની ધરપકડ, ભંવરીના અવશેષો મળ્યા

ભંવરીદેવી કેસમાં સીબીઆઇએ મુખ્ય આરોપી બિશ્નારામ બિશ્નોઇને પૂણેથી પકડી પાડ્યો છે. હવે સીબીઆઇનું માનવું છે કે તે આ કેસ ઉકેલાવાની નજીક છે. આ પહેલાં સીબીઆઇએ કૈલાશ જાખડ નામના એક આરોપીને મંગળવારે મોડી રાતે પકડી પાડ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન તેણે કબુલ્યું કે તેની ગેંગે ભંવરીની હત્યા કરી તેના શબને ઓસિયાન ગામ પાસે સળગાવી નાખ્યું. કૈલાશ સીબીઆઇને જાલૌરા વિસ્તારમાં લઇ ગયો જ્યાં ભંવરીનાં અવશેષ સીબીઆઇને હાથ લાગ્યાં છે.

સીબીઆઇ હવે ભંવરીની અસ્થિની તલાશમાં લાગી ગઇ છે. કૈલાશ જાખડ આ વિસ્તારનાં એક આરોપી બિશ્નારામનો સાથી છે. આ મામલામાં એક આરોપી સહીરામે પહેલા જ સીબીઆઇને કહ્યું હતું કે ભંવરીને ઠેકાણે પાડવા તેણે બિશ્નારામ ગેંગનો સહારો લીધો હતો. જાખડને ગુપ્ત સુચનાના આધારે જોધપૂર-અજમેર રાજમાર્ગ પર એક ટ્રકમાંથી પકડી પાડ્યો.

જાખડ પર આરોપ છે કે તેણે ભંવરીદેવીનો હવાલો સોહનલાલ બિશ્નોઇ અને શહાબુદ્દિનથી 1 સપ્ટેમ્બરે લીધો. આ બંન્ને ભંવરીને બિલારાથી લઇ ગયા. જાખડે સ્વિકાર્યું છે કે ભંવરી દેવી તેમની સાથે હતી.

સીબીઆઇ સૂત્રોનાં અનુસાર તેમણે સ્વિકાર્યું છે કે તેમણે ભંવરીને સળગાવી અને તેની જગ્યા તેઓ બતાવવા તૈયાર છે જ્યાં તે બાદમાં જાલૌરા વિસ્તારમાં તેમણે સળગાવી હતી તે જગ્યાએ સીબીઆઇને લઇ ગયો હતો જ્યાંથી સીબીઆઇને ભંવરીનાં અવશેષ મળ્યાં છે