શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2014 (11:56 IST)

ભલે, નાખો ટેક્સ, મારા ભાષણો ઉપર ટેકસ લગાવવાથી દેશને આવક તો થશેઃ મોદી

P.R
નાણામંત્રી પી. ચિદમબરમ ઉપર ભાજપના પીએમ પદના ઉમેદવાર ફરી પ્રહાર કર્યો છે. મોદીએ પી. ચિદમબરમ ઉપર તેમની રેલી ઉપર ટેકસને લઇને નિશાન સાધ્‍યુ છે. મોદીએ કહયુ છે કે ચિદમબરમ મારા ભાષણો ઉપર સર્વિસ ટેકસ લગાવી રહયા છે. પરંતુ મને ખુશી છે કે મારી રેલીથી દેશને આવક થઇ રહી છે.

આ પહેલા મોદીએ ચિદમબરમ ઉપર હુમલો કરતા કહયુ હતુ કે દેશ સંભાળવા માટે હાર્વર્ડ નહીં પરંતુ હાર્ડ વર્કની જરૂર પડે છે. આના જવાબમાં ચિદમબરમે કહયુ હતુ કે તેઓ હાર્ડ વર્ક પણ કરે છે. ચિદમબરમે સોમવારે કહયુ હતુ કે તેમની માં અને હાર્વર્ડ યુનીએ તેમને સખત મહેનત કરવા પ્રેરણા આપી છે. આજે ગિફટ સીટી ખાતે આર્થિક વિકાસ અને ફાઇનાનસિયલ સર્વિસ મુદે નેશનલ સમિટમાં મોદીએ સંબોધન કરતા ઉપર મુજબ જણાવ્‍યુ હતુ.

મોદીએ કહયુ હતુ કે ગુજરાતીઓ પૈસાનું મુલ્‍ય સમજે છે અને તેનો પ્રભાવ અને ઉપયોગ સમજે છે. પૈસાનું મહાત્‍મય સમજીને અમે ગિફટ સીટીનું નિર્માણ કર્યુ છે. રોજગારી મહત્‍વની છે અને તે દિશામાં કામ ચાલી રહયુ છે. આર્થિક ક્ષેત્રે આપણુ નામ છે.