બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 30 માર્ચ 2009 (10:24 IST)

ભાજપ, બસપામાં ફસાયો વરૂણ !

કોંગ્રેસે આજે કહ્યું હતું કે, કોંગ્રેસે આજે કહ્યું હતું કે, વરૂણ ગાંધી ભાજપા અને બસપાની રાજનીતિક ચાલમાં ફસાઇ ગયો છે. આ પક્ષો દ્વારા આ ચાલ એટલા માટે ખેલાઇ છે કે સાંપ્રદાયિક આધારે મતોનું ધ્રુવીકરણ પણ થઇ શકે.

વરૂણ ઉપર લગાવવામાં આવેલા રાસુકા અંગે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહયું હતું કે, જ્યાં સુધી વરૂણ ગાંધીનો સવાલ છે તે ભાજપ અને બસપાની એક ગંદી રાજનીતિમાં ફસાઇ ગયો છે.

સિબ્બલે કહ્યું હતું કે, એક વધુ સાંપ્રદાયિક નિવેદન કરાઇ રહ્યું છે અને બીજી બાજુ રાસુકા લગાવી મુસ્લીમ મતોનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે.