ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (11:47 IST)

ભાજપ સાથે સમજૂતિ નહીં -ચિરંજીવી

ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ સોમવારે એલાન કર્યું કે તેમનો પક્ષ ભાજપ સાથે હાથ નહીં મિલાવે.

મુખ્ય ચુંટણી કમિશ્નર એન.ગોપાલસ્વામી સાથે મુલાકાત બાદ ચિરંજીવીએ જણાવ્યું હતું કે અમારો પક્ષ સેક્યુલર છે. તેથી ભાજપ સાથે સહયોગ નહીં કરે. પણ અન્ય સેક્યુલર દળો સાથે વાતચીત કરીશું. પણ આ અંગે નિર્ણય ચુંટણીની ઘોષણા બાદ કરીશું.

ચુંટણી બાદ કયા પક્ષને ટેકો આપશો, તે અંગે તેમણે જણાવ્યું હતું કે આ અંગે જે તે પક્ષનાં ઘોષણા પત્ર અને તેની નીતિઓ પર નિર્ભર કરે છે.

આ પહેલાં ચિરંજીવીએ ચુંટણી કમિશ્નરને મળીને આગામી ચુંટણીમાં આંધ્રપ્રદેશમાં તેના ઉમેદવારો એક જ ચુંટણી ચિહ્ન આપવા જણાવ્યું હતું.

26 ઓગસ્ટનાં રોજ તિરૂપતિમાં ફિલ્મી સ્ટાઈલમાં રાજકારણમાં પ્રવેશેલા ચિરંજીવીએ 148 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના રાજકારણમાં આવવાથી સત્તા પક્ષ સહિત વિપક્ષ પણ ચિંતામાં આવી ગઈ છે. ચિરંજીવીનાં રાજકારણમાં પ્રવેશને કારણે આંધ્રપ્રદેશનાં રાજકારણમાં ભારે ફેરબદલ થવાની સંભાવના છે.