ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ભાજપની કારોબારી બેઠકમાં નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસ મોડેલના વખાણ

P.R
ભાજપની કારોબારી બેઠકમાં આજે આવનારી લોકસભાની ચૂંટણી 2014 વિશેની ચર્ચા ઉપરાંત દિવસો દિવસ વધતી મોંઘવારીની ચર્ચા કરવામાં આવી. 2014માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે ત્યારે ભાજપ પણ આ બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયુ છે. આ કારોબારી બેઠકમાં સૌથી વધુ ચર્ચામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર રહ્યા છે. .

દેશ આખાની નજર ભાજપની આ કારોબારી બેઠક પર મંડાયેલી છે. આ બેઠકમાં ભાજપના બધા અગ્રણી નેતાઓની હાજરી છે પણ ચર્ચા નરેન્દ્ર મોદીની જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બેઠકમાં રાજનાથ સિંહે ત્રણ વખત નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસ મોડેલના વખાણ કર્યા હતાં

ઉલ્લેખનીય બાબત છે કે બેઠકની બહાર મોદીને પીએમ બનાવોના નારા લગાવી રહ્યા હતાં. શું આ બેઠકમાં નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવવામાં આવશે કે નહીં? શું ભાજપ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેની જાહેરાત કરશે કે કેમ ? આ બેઠકમાં શક્ય છે કે નરેન્દ્ર મોદીને મોટી ભૂમિકા પણ સોંપવામાં આવી શકે છે. જો કે પક્ષમાંથી મળતી માહિતી મુજબ આ સવાલોના જવાબ માટે હજી રાહ જોવી પડશે તેમ જણાય છે.