શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (13:06 IST)

ભાજપા મિશન લોકસભા 2014 : મોદીની આજે ઉત્તરપૂર્વમાં ત્રણ ત્રણ રેલીઓ

P.R

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ રેલીઓ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં કરશે. જેમાં અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે તેમજ અસામના સિલચરમાં અને ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે જનસભાને સંબોધશે. જેમાં સૌથી પહેલા તેમણે સવારે અગિયાર વાગ્યાની આસપાસ અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશનો ગાઢ સંબંધ છે. દેશનો વિકાસ પણ અરૂણાચલ પ્રદેશથી જ થશે. અરૂણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે. પૂર્વોત્તરના રાજ્યોમાં કમળ ખીલશે. નીડો હત્યા મામલે કેન્દ્રને આડેહાથે લેતા કહ્યું કે અરૂણાચલ પ્રદેશના વિધાર્થીની દિલ્હીમાં હત્યા થાય છે. ઉલ્લેખનીય છેકે નરેન્દ્ર મોદી અરૂણાચલ પ્રદેશમાં અગાઉ વિજય સંકલ્પ રેલીને સંબોધી ચૂક્યાં છે.

મનાઈ રહ્યું છે કે આજે ત્રિપુરાની રાજધાની અગરતલામાં સ્વામી વિવકાનંદ સ્ટેડિયમ ખાતે યોજાયેલી રહેલી દિવસ દરમ્યાનની અંતિમ રેલીમાં અંદાજે એક લાખ લોકોની હાજરી જોવા મળશે.

ઉલ્લેખનીય છેકે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગત રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ગેસની કિંમતો મુદ્દે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીને પત્ર લખીને અનેક સવાલ કર્યા છે અને તે સાથે જ મોદી અને મુકેશ અંબાણીનાં સંબંધો અંગે જવાબ માંગ્યો. જોકે મોદી જવાબ આપશે કે નહીં તે સંદર્ભે અનેક અટકળો ચાલી રહી હતી. પરંતુ જે દિવસે કેજરીવાલે સવાલ કર્યા તે દિવસની સાંજે સુધીમાં કેજરીવાલનાં સવાલોનાં જવાબમાં ભાજપનાં પ્રવક્ત્તા રવિશંકર પ્રસાદે કહ્યુ હતું કે અરવિંદ કેજરીવાલનો પોતાનો કોઇ હિસાબ-કિતાબ નથી. તેમણો ઘડ-માથા વગરની નીતિઓ અપનાવી, જેને કારણે કોઇને ફાયદો ન થયો. 300 કરોડ રૂપિયાની સબસિડી આપી દીધી. તેઓ પહેલા પોતાનો હિસાબ સ્પષ્ટ કરે.

ત્યારે હવે મોદી આજની રેલીઓ દરમ્યાન કેજરીવાલના પૂછાયેલા સવાલોને ટાંકીને વળતો જવાબ આપે છેકે હમહમેશની જેમ ભેદી મૌન સેવી વિકાસ રથ પર જ સવાર રહેશે.