ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

ભાજપે ચુંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાનનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહનાં નેતૃત્ત્વમાં છ રાજ્યોની વિધાનસભાની ચુંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભાજપનાં ઉપાધ્યક્ષ અને ચુંટણી વ્યવસ્થાનાં પ્રભારી મુખ્તાર અબ્બાસ નક્વીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને મિઝોરમની કુલ 717 બેઠકો માંથી પાર્ટીએ 659 ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં તમામ બેઠકો પર , જ્યારે મિઝોરમમાં 40 માંથી 9 બેઠકો પર જ્યારે જમ્મુ કાશ્મીરમાં 87 માંથી 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

નક્વીએ જણાવ્યું હતું કે આ ચુંટણીમાં આતંકવાદની સાથે મોંઘવારી, રોજગારી તેમજ રાજ્યો સાથે કેન્દ્રની ઓરમાન નીતિઓને મુખ્ય મુદ્દો બનાવવામાં આવશે.

આ ચુંટણીમાં ડો.મુરલી મનોહર જોશી, વૈકેયા નાયડુ, જશવંત સિંહ અને સુષ્મા સ્વરાજ પ્રચાર કરશે. આ ઉપરાંત અન્ય ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ પ્રચારમાં જોડાશે.