શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ભારત પાક વાર્તામાં આતંકવાદ મુખ્ય મુદ્દો

N.D
ભારતે મંગળવારે બે શબ્દોમાં કહી દીધુ કે અધિકારોના નામે કાયદો-વ્યવસ્થા પર કોઈ પ્રશ્ન ઉભો નથી કરી શકાતો અને પાકિસ્તાનની સાથે વાતચીતમાં આતંકવાદ મુખ્ય મુદ્દો રહેશે

પાકિસ્તાને થોડાક દિવસ પહેલા કહ્યુ હતુ કે આગામી ભારત-પાક વાર્તા દરમિયાન તે જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારોની કથિત સ્થિતિનો મુદ્દો ઉઠાવશે.

મોરિશંસ, મોજામ્બિક અને સેશલ્સની પોતાની યાત્રા પરથી પરત ફરેલા વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ પોતાની સાથે આવેલ સંવાદદાતોઓને કહ્યુ કે આખા દેશમાં માનવાધિકારોની રક્ષા કરવામાં આવી રહી છે. ભારતમાં માનવાધિકાર સુરક્ષિત છે. ન્યાયપાલિકા માનવાધિકારોને સુનિશ્ચિત કરે છે.

કૃષ્ણાએ કહ્યુ કે જો માનવાધિકાર ઉલ્લંઘનનો કોઈ મુદ્દો છે તો એના માટે એવી એજંસીઓ છે, જેમને માનવાધિકારોની રક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે, જે આ વાતની ખાતરી કરી શકે છે. પરંતુ માનવાધિકારોના નામે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન નથી કરી શકાતો.

વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ આ નિવેદન તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મહેમૂદ કુરૈશીના એ નિવેદન પછી આપ્યુ, જેમા તેમને કહ્યુ છે કે 15 જુલાઈના રોજ થનારી વાતચીત દરમિયાન પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવશે. કુરૈશીની સાથે મુલાકાત દરમિયાન કૃષ્ણા બંને દેશોની વચ્ચે વિશ્વાસની ઉણપને દૂર કેવી રીતે કરવી તે શોધવાનો પ્રયત્ન કરશે.

કૃષ્ણાએ કહ્યુ કે અમે અમારી ઘણી ચિંતાઓ પર પાકિસ્તાન સાથે વાતચીત કરવા માંગીશુ. જેમા કોઈ શંકા નથી કે સૌથી પહેલી ચિંતા અમારી એ છે કે પાકિસ્તાનમાંથી આતંકવાદી ગતિવિધિઓ આજે પણ ચાલુ છે. તેમણે કહ્યુ કે તેઓ આતંકવાદ પર વાત કરવી ચાલુ રાખશે અને પાકિસ્તાન પાસે જાણવા માંગશે કે મુંબઈ આરોપી વિરુદ્ધ પાકિસ્તાનમાં ચાલી રહેલ કેસમાં કેટલી પ્રગતિ થઈ છે.

કૃષ્ણાએ કહ્યુ કે હું આતંકવાદ પર વાત ચાલુ રાખીશ. હું જાણવા માંગુ છુ કે મુંબઈ હુમલાના આરોપીઓ વિરુધ્ધ કેસ ક્યાં સુધી પહોચ્યો.