ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 30 જુલાઈ 2009 (15:33 IST)

ભારતના પ્રયત્ન જારી રહેશે:કૃષ્ણા

ભારતે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ઈસ્લામાબાદની અનિચ્છા છતાં તે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરશે.

વિદેશી મંત્રી એસએમ કૃષ્ણાએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યુ કે ઈસ્લામાબાદની અનિચ્છા છતાં ભારત-પાકિસ્તાનની સાથે સંબંધોમાં સુધારનો પ્રયત્ન કરશે.

વિદેશ મંત્રીએ એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે સંબંધ સુધારવા માટે મદદ કરવાની પાકિસ્તાનની અનિચ્છા છતાં ભારત પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરશે કે આપણે એક સારા પાડોશી સંબંધ બનાવવાની જરૂર છે.

તેમણે જણાવ્યુ કે પાકિસ્તાને એક પ્રત્યર્પણ સંધિ કરવાના અમારા પ્રયાસોને સકારાત્મક જવાબ ન આપ્યો. તેમણે કહ્યુ કે અમે પાકિસ્તાનની સાથે પ્રત્યાર્પણ સંધિ કરવા માટે 11 વખત પ્રયત્ન કરવામાં આવ્યા હતાં જે તમામ નિષ્ફળ રહ્યા હતાં.પરંતુ ભારતના સંયમનો અંત નથી આવ્યો તે હજી આ પ્રયત્ન સતત ચાલૂ રાખશે.