શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (14:40 IST)

ભારતની પ્રથમ મોનોરેલ રવિવારથી મુંબઈમાં શરૂ થશે

P.R


મુંબઈના લોકોની આતુરતાનો અંત આવવાનો છે. 2 ફેબ્રુઆરીથી મુંબઈ મોનોરેલમાં સામાન્ય લોકો પણ મુસાફરી કરી શકશે. વડાલાથી ચેંબૂરની વચ્ચે મોનોરેલનુ ઉદ્ધઘાટન 1 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યુ છે અને બીજા દિવસે આ સેવા સામાન્ય લોકો માટે ખુલી જશે.

આ રેલમાં ચાર કોચ હશે, જેમા 560 મુસાફરો યાત્રા કરી શકશે અને આ માટે તેમને પાંચ રૂપિયાથી 11 રૂપિયા સુધીની ટિકિટ ખરીદવી પડશે. પહેલા ચરણમાં કુલ છ ટ્રેન ચલાવવામાં આવશે. જે દરેક 15 મિનિટના અંતરે દોડશે.

P.R

મુંબઈ મોનોરેલમાં લોકલ ટ્રેનની જેમ માસિક પાસ જેવી કોઈ સુવિદ્યા મળશે નહી, પણ દિલ્હી મેટ્રોની જેમ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા રહેશે. મુંબઈ મોનોરેલ લોકલ ટ્રેનો સહિત પરિવહનના અન્ય સાધનો સાથે જોડાયેલા રહેશે. ચેંબૂરના રેલવે સ્ટેશનથી હવામાં એક પુલ બનાવાયો છે, જે મોનોરેલ સ્ટેશનને જોડે છે. આ ઉપરાંત ફીડર બસ સેવા પણ ટૂંક સમયમાં શરૂ કરવાની યોજના છે.

મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલોપમેંટ અથોરિટી મુજબ મોનોરેલના આવ્યા બાદ 40 મિનિટનું અંતર ઘટાડીને 21 મિનિટ રહી જશે. આ ઉપરાંત મોનોરેલ ઈકો-ફ્રેંડલી પણ છે અને તેમા મુસાફરીના અન્ય સાધનોની તુલનામાં અવાજ પણ ઓછો થાય છે. વડાલાના જૈકબ સર્કિલ સુધીની મુંબઈ મોનોરેલનુ બીજુ ચરણ 2700 કરોડ રૂપિયામાં પૂરુ કરવામાં આવશે અને તે એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.