શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બેંગલુરૂ. , બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (10:29 IST)

ભારતનું મંગળ મિશન સફળ - પહેલા પ્રયત્નમાં સફળતા મેળવી ભારતે રચ્યો ઈતિહાસ

આજે ભારતે પ્રથમ પ્રયાસે અંતરિક્ષમાં મંગળયાનને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દિવસે બેંગલુરૂ ખાતે ઈસરો સેંટર હાજર રહ્યા હતા. જ્યા તેમણે ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા કહ્યુ કે આ ઐતિહાસિક પળ છે. પ્રથમ પ્રયાસે ભારતે સફળતા પ્રાપ્ત કરી છે. નોંધનીય બાબત એ છે કે મિથેન ગેસ સેન્સર ગુજરાતમાં બન્યુ છે. 
 
આ ઉપરાંત તેમણે કહ્યુ કે આજે મોમનું મંગળ સાથે મિલન થઈ ગયુ. આજે મંગળને મોમ મળી ગઈ. મએન પહેલાથી જ ભરોસો હતો કે ઈસરોનુ મિશન સફળ રહેશે. ભારત સફળતાપૂર્વક મંગળ ગ્રહ સુધી પહોંચી ગયુ. 
 
વડાપ્રધાને કહ્યુ કે પહેલા જ પ્રયાસે આપણાં વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી છે. આજે ઈતિહાસ રચાયો. સાધન ઘણા ઓછા અને મુશ્કેલીઓ અનેક તેમ છતા આટલી મોટી સફળતા . આ સફળતાના હકદાઅર દેશના વૈજ્ઞાનિકો છે. મંગળ આપણાથી અંદાજીત 650 મિલિયન કિલોમીટર દૂર છે. આ સફળતાની સાથે જ ઈસરો દુનિયાની ત્રણ એજંસીઓની બરાબર આવી ગયુ છે. 
 
નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જ્યા કામ મંગળ થાય ત્યા ઈરાદા મંગળ હોય છે. જેથી મંગળ યાત્રા પર મંગળ થાય છે. 
 
હવે બુધવારે બપોર સુધી મંગળની પહેલી તસ્વીર સામે આવશે. સવારે 7.17 મિનિટે લિકવિડ ઈન્જન સ્ટાર્ટ કરવામાં આવ્યુ. એન્જિન સ્ટાર્ટ થયા બાદ મંગળયાન તેની યાત્રા માટે રવાના કરાયો હતો. પહેલા પ્રયત્ને દુનિયાના કોઈ પણ દેશને મંગળયાન ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની સફળતા મળી નથી. આ સફળતા હિન્દુસ્તાનને મળી છે.