બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 એપ્રિલ 2014 (15:36 IST)

ભારતમાં આ વર્ષે ચોમાસુ સામાન્‍ય રહેશે

અમેરિકા અને ઓસ્‍ટ્રેલિયાના હવામાન ખાતાના નિષ્‍ણાંતોએ કરેલી ભારતમાં નબળા ચોમાસાની આગાહીની વિપરીત ભારતના નિષ્‍ણાંતોએ કહયુ છે કે આ વર્ષે ચોમાસુ સામાન્‍ય રહેશે. અત્‍યાર સુધી એવી દહેશત હતી કે અલનીનોની અસર સ્‍વરૂપ દેશમાં દુષ્‍કાળના ઓળા ઉતરી આવશે પરંતુ આ નવી આગાહીએ ખેડુતોના હૈયે ટાઢક લાવી છે. અત્રે એ નોંધીનીય છે કે ભારતમાં કૃષિ અને અર્થતંત્ર ચોમાસા ઉપર આધારીત હોય છે.
 
 ગુજરાત સરકારના બે અધિકારીઓએ એવુ જણાવ્‍યુ છે કે જુનથી સપ્‍ટેમ્‍બરના ગાળામાં પ૦ વર્ષની સરેરાશના ૮૯ સેન્‍ટીમીટર એટલે કે ૩પ ઇંચના ૯૬ ટકા વરસાદ વરસે તેવી શકયતા છે. ગુજરાતમાં ૨૪મીએ રાજય માટે ચોમાસાનો વર્તારો પ્રસિધ્‍ધ કરવામાં આવશે. આ અધિકારીઓએ જણાવ્‍યુ છે કે ચોમાસુ આગાહીના પાંચ ટકા વધઘટમાં રહી શકે છે.
 
અત્રે એ નોંધનીય છે કે ઓસ્‍ટ્રેલિયા અને અમેરિકાના હવામાન શાસ્ત્રીઓ થોડા દિવસ પહેલા એવી આગાહી કરી હતી કે દક્ષિણ એશિયામાં અલનીનોની અસર સ્‍વરૂપ ચોમાસુ નબળુ રહેશે અને દુષ્‍કાળના સંજોગો ઉભા થશે પરંતુ ભારતીય હવામાન શાસ્ત્રીઓ કહે છે કે હજુ નક્કર આગાહી કરવાનું ઘણુ વહેલુ ગણી શકાય. તેઓ કહે છે કે ગભરાટ રાખવાની જરૂર નથી અને આ વખતે ચોમાસુ સામાન્‍ય રહેશે.
 
ભારતીય હવામાન ખાતુ જુનમાં સતાવાર આગાહી કરશે. આ વખતે ચોમાસુ ૯૬ ટકા અને ૧૦૪ ટકાની વચ્‍ચે રહે તેવુ અનુમાન છે.