શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2015 (12:28 IST)

ભારતમાં તમાકુ ખાનાર મહિલાઓની સંખ્યા બે ગણી વધી

પબ્‍લિક હેલ્‍થ ફાઉન્‍ડેશન ઓફ ઇન્‍ડિયાના રિપોર્ટ અનુસાર ગયા ૧પ વર્ષમાં તમાકુની પ્રોડકટ્‍સ વાપરનારી મહિલાઓની સંખ્‍યા બમણી થઇ ગઇ છે. ૧૯૯૦ની સાલ સુધીમાં તમાકુ ખાનારી મહિલાઓની સંખ્‍યા માત્ર ૧૦ ટકા જેટલી હતી. જે તાજેતરમાં વધીને ર૦ ટકા ગઇ છે. પુરૂષોમાં તમાકુનો વપરાશ લગભગ સરખો જ રહ્યો છે. ૧૯૯પ-૯૬ થી લઇને ર૦૦૯-૧૦ સુધીમાં ૪પ-પ૭ ટકા જેટલા પુરૂષો તમાકુ વાપરતા આવ્‍યા છે. મહિલાઓમાં સ્‍મોકલેસ ટબેકોનું પ્રમાણ વધારે છે. આ સંસ્‍થાએ દેશભરમાં અલગ-અલગ સર્વે કરીને નોંધ્‍યું છે કે ભારતમાં મહિલાઓ પુરૂષોની જેમ તમાકુની પ્રોડકટ્‍સનો વપરાશ કરવા લાગી છે. ભારતમાં સામાજિક અને આર્થિક રીતે સ્ત્રીઓ સ્‍વતંત્ર થતી જાય છે એમ એમ તમાકુ પ્રોડકટસની કંપનીઓ મહિલાઓને પણ એમના ગ્રાહક તરીકે જોવા લાગી છે.