બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 30 જુલાઈ 2008 (22:52 IST)

ભારતીય ચોકી પર હુમલો

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામનાં એક દિવસ બાદ જ કુપવાડા જિલ્લાનાં નૌગાંવ સેક્ટરમાં ભારતીય સીમા પર બુધવારે ફરીથી હુમલો કરી, સંઘર્ષ વિરામ કરારનો ભંગ કર્યો હતો.

રક્ષા મંત્રાલયનાં જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ ફરીથી સંઘર્ષવિરામ કરારનો ઉલ્લંઘન કર્યો છે. ભારત અને પાકિસ્તાન 2003માં જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર સંઘર્ષ વિરામને લઈને સહમતિ થઈ હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ સીમા પારથી પુનઃ નૌગાંવ ક્ષેત્રમાં ગોળીબારી કરી છે. આ જગ્યાએ 12 કલાક પહેલાં જ બંને દેશો વચ્ચે ફ્લેગ મીટીંગ થઈ હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈનાં ઘાયલ થવાના સમાચાર નથી. પણ સરહદ પર સાવચેતી વધારી દેવામાં આવી છે.

સુત્રોનાં જણાવ્યાનુસાર પાકિસ્તાનનાં હુમલામાં ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. તો સામે પાકિસ્તાનની સેનાને થયેલા નુકશાન અંગે કોઈ વિગત પ્રાપ્ત થઈ શકી નથી.