ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 16 એપ્રિલ 2013 (17:39 IST)

ભૂકંપ અપડેટ : ભૂકંપ વિશે વધુ સમાચાર

P.R
અમદાવાદમાં પણ આજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા શહેરની બધી જ હાઈરાઇઝ્ડ બિલ્ડિંગોમાંથી લોકો દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપરાંત દિલ્હી, ચંદીગઢ, પંજાબ, જયપુર ઉત્તર ભારતમાં પણ ભૂકંપનો આંચકો અનુભાવાયો છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આંચકાનું કેન્દ્ર બિન્દુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં લોકો ઓફિસોમાંથી બહાર આવી ગયા. તેઓ ભયથી કાંપી રહ્યા હતા. તેમને 2001માં આવેલ ભૂકંપ યાદ આવી ગયો હતો. સૌને લાગી રહ્યુ હતુ કે શુ ગુજરાતમાં ફરી આવી તબાહી આવશે.

સાઉથ ઈરાનમાં જાનમાલનુ નુકશાનના સમાચાર છે. ઈરાનમાં 100 થી વધુ લોકોના માર્યા ગયા છે. દુબઈની સૌથી મોટી ઈમારત બુર્જ ખૈફા પણ હલી ગઈ હતી. પાકિસ્તાનમાં પણ તેજ ઝટકા આવ્યા છે પણ જાનમાલનુ કોઈ નુકશાન થયુ નથી. ભારતમાં કોઈ નુકશાન નહી.