શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ભીંડ , મંગળવાર, 14 એપ્રિલ 2009 (12:58 IST)

મ.પ્ર.માં કોંગ્રેસનાં MLAની હત્યા

NDN.D
મધ્યપ્રદેશનાં ભિંડ જિલ્લામાં ગોહદ વિધાનસભાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય માખનલાલ જાટવની સોમવારે રાત્રે અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ તેઓ ગોહદ નજીક છરેટા ગામમાં કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર ભાગીરથ પ્રસાદનો પ્રચાર કરવા આવ્યા હતા. જેમાં અન્ય નેતાઓ પણ સામેલ હતાં.

પ્રચાર પૂર્ણ કરીને ધારાસભ્ય પોતાની ગાડીમાં બેઠા હતા, ત્યારે રાત્રે આઠ વાગ્યે બે યુવકો તેમની ગાડીની નજીક આવ્યા હતા. અને, તેમની પર ગોળી ચલાવીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમને ગ્વાલિયરની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.