શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગટન , ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2010 (11:27 IST)

મનમોહનને 'વર્લ્ડ સ્ટેટ્સમેન એવોર્ડ'

N.D
અમેરિકાના ઉપ વિદેશ મંત્રી (રાજનીતિક બાબત)બિલ બંર્સે પ્રધાનમંત્રી મનમોહનસિંહને 'વર્લ્ડ સ્ટેટ્સમેન એવોર્ડ' પ્રદાન કરવા ઉપરાંત તેમને ખૂબ જ શાલીન અને સભ્ય વ્યક્તિ તરીકે ઓળખાવ્યા.

બંર્સે ન્યૂયોર્કમાં સિંહની ગેરહાજરીમાં તેમને એપીલ્સ ઓફ કાંસસઈંસ ફાઉંડેશન દ્વારા આ એવોર્ડ પ્રદાન કરતા કહ્યુ કે ઈતિહાસ વિશ્વની બે સૌથી મોટી લોકતાંત્રિક દેશ અમેરિકા અને ભારતની વચ્ચે ઉભરતી ભાગીદારીનુ શ્રેય વ્યક્તિગત રૂપે પ્રધાનમંત્રી મનમોહનસિંહને આપશે.

તેમણે કહ્યુ કે આવા સમયે જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની ઐતિહાસિક યાત્રાની તૈયારી કરી રહ્યા છે બંને દેશ વચ્ચે મજબૂત દ્વિપક્ષીય પાયા પર આધારિત અમારી ભાગીદારી વધુ મજબૂત હોવાની સાથે જ વધુ સસુસ્પષ્ટ રહેશે.

બંર્સે ભારત-અમેરિકા ઐતિહાસિક પરમાણુ સમજૂતીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે અમેરિકા-ભારત ભાગીદારીમાં સૌથી મોટી ભૂમિકા પ્રધાનમંત્રી સિંહની છે. પ્રધાનમંત્રીની આર્થિક નીતિઓએ ભારતની સ્થિતિને જી 20માં મજબૂત કરી છે. આ નીતિયોએ કેટલાક વર્ષ દરમિયાન ભારત-અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપારને ડબલ કરી દીધી છે.

તેમણે કહ્યુ કે એક પ્રધાનમંત્રીના રૂપમાં ડો. સિંહે ઉચ્ચ તકનીક અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સહયોગને સમર્થન કરવાથી ભારત હાલ ચંદ્ર પર માનવ રહિત ચંદ્રયાન મોકલવામાં સફળ થયુ. આયાને નાસાના પેલોડને ચંદ્રમાં પર પહોંચાડવા ઉપરાંત ત્યાં પાણીની હાજરીની પણ જાણ કરી.