શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુવાહાટી , ગુરુવાર, 23 એપ્રિલ 2009 (14:55 IST)

મનમોહને મતદાન કર્યુ

વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમની પત્ની ગુરૂશરણ કોરે ગુરૂવારે ગુવાહાટી સંસદીય બેઠક પરથી પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો.

સિંહ અને તેમની પત્ની સવારે 11 વાગે ગુવાહાટી પહોચ્યા બાદ, હેલીકોપ્ટરથી ખાનપારા જવા રવાના થયા હતા. જ્યા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમણે મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડો.સિંહ આસામથી રાજ્યસભાનાં સદસ્ય છે. તેમણે 2004નાં લોકસભા અને 2006માં વિધાનસભાની ચુંટણીમાં મતદાન કર્યુ ન હતું.