ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મને વરૂણ પર ગર્વ છે-મેનકા

ભારતીય જનતા પાર્ટીનાં નેતા મેનકા ગાંધીએ પોતાના પુત્ર વરૂણ ગાંધી પર ગર્વ હોવાનું જણાવ્યું હતું.

મેનકા રવિવારે સાંજે વરૂણને મળવા દિલ્હી થી પીલીભીત આવ્યા હતા. જ્યાં તેમણે વરૂણને જેલમાં મળ્યા હતા. તેઓ અડધા કલાક સુધી વરૂણ સાથે વાતચીત કરી હતી. તેમજ તેમની સાથે કેટલાંક સલાહ સુચનો કર્યા હતા. ત્યારબાદ મેનકાએ પત્રકારોને જણાવ્યું હતું કે મને મારા પુત્ર પ્રત્યે ગર્વ છે. તેણે સત્ય માટે લડાઈ લડી છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ વરૂણે કોર્ટને આત્મસમર્પણ કર્યુ ત્યારબાદ મેનકા પ્રથમ વ્યક્તિ છે, જેને મળવાની પરમિશન આપવામાં આવી હતી. તેમજ સુત્રોનાં જણાવ્યા મુજબ મેનકા ગાંધીએ વરૂણને શ્રીમદ ભાગવત ગીતા પણ આપી હતી.