શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મરાઠવાડા 'નવુ પાકિસ્તાન' અને 'આતંકવાદીઓનું' શરણસ્થળ - શિવસેના

P.R
શિવસેના અધ્યક્ષ બાલ ઠાકરેએ મહારાષ્‍ટ્રના મરાઠવાડા ક્ષેત્રને આતંકવાદીઓના શરણસ્થળમાં ફેરવાઇ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પક્ષના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં તેમણે લખ્યું છે કે એક સમયે સંતોની ભૂમિ રહેલું મરાઠવાડા હવે ઝડપથી નવું પાકિસ્તાન બની રહ્યું છે. અહીંની જમીન પર હવે આતંકવાદનો પાક લહેરાઇ રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા હિરાસતમાં લેવાયેલો અબુ જિંદાલ મરાઠવાડા વિસ્તારના બીડ જિલ્લાનો રહેવાસી છે.

ઠાકરેએ લખ્યું છે કે કેન્દ્ર અને મહારાષ્‍ટ્ર સરકારના ગૃહ અને ગૃપ્તચર વિભાગની સુસ્તીને લીધે મરાઠવાડા આતંકવાદીઓની ભરતીનું કેન્દ્ર બની રહ્યું છે. દેશમાં જ્યાં પણ આતંકી હુમલો થાય છે તેનું કનેક્શન આ વિસ્તાર સાથે જ સંકળાયેલું હોય છે. ઘાટકોપરમાં થયેલા બોમ્બ વિસ્ફોટનું કાવતરું સંભાજીનગર અનને પરભણીમાં રચાયું હતું. ર૬/૧૧ના હુમલાનો સૂત્રધાર પણ મરાઠવાડાનો જ છે. જેલમાં બેદ જબીઉદ્દીનના સાથીઓ અબ્દુલ અઝીઝ, મોમિન મોહમ્મદ, અખીલ અને અબ્દુલ સમદ પણ બીડના જ છે.

ઠાકરેએ લખ્યું છે કે, આરએસએસના મુખ્યાલયમાં બોમ્બ રાખનારો હિજબુલનો આતંકી પણ સંભાજીનગરનો જ હતો. સિમીના સ્થાપક સફદર નાગોરીનું નેટવર્ક પણ મરાઠવાડામાં ફેલાયેલું છે. તેમણે કહ્યું કે, મરાઠવાડામાં જન્મ લઇ રહેલું નવું પાકિસ્તાન મહારાષ્‍ટ્ર જ નહીં પણ આખા દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે.