ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મહારાષ્ટ્ર નરેન્દ્ર મોદી પાસેથી સબક લે - શિવસેના

P.R
શિવસેનાએ શુક્રવારે ગુજરાતના ઔધોગિક વિકાસ અને રાજ્યને માટે મોટા રોકાણ આકર્ષિત કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને મહારાષ્ટ્ર સરકારને તેમાથી સબક લેવા માટે કહ્યુ.

પાર્ટી મુખપત્ર 'સામના'માં સેનાએ મોદીના વખાણ કરતા કહ્યુ કે તેમણે ગુજરાતના ડૂબતા જહાજને બચાવ્યુ જ નથી પરંતુ તેમણે તેને વિકાસની ઝડપી ગતિ પણ આપી છે.

સંપાદકીયમાં લખવામાં આવ્યુ કે પડોશી મહારાષ્ટ્રમાં સ્થિતિ બિલકુલ જુદી છે. અહી ફક્ત મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ જ જાણે છે કે તેઓ શુ ઈચ્છે છે.

સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે ગુજરાતમાં સ્થિર સરકાર છે, ભ્રષ્ટાચારમુક્ત નોકરશાહી છે, એક સત્તા કેન્દ્ર છે - નરેન્દ્ર મોદી, પૂરતુ પાણી અને વીજળી છે.

W.D
સંપાદકીયમાં મહારાષ્ટ્રની આલોચના કરતા લખવામાં આવ્યુ છે કે ગુજરાતથી ઉલટુ મહારાષ્ટ્રમાં શુ છે ? તેને બિલ્ડરો, નેતાઓ અને નોકરશાહોને વેચી દેવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણી મુંબઈના કોલાબામાં કારગિલના શહીદોની વિધવાઓના માટે બનાવવામાં આવેલ 31 માળની રહેઠાણ પરિયોજનામાં નોકરશાહો અને નેતાઓ દ્વારા પોતાના માટે ફ્લેટ લેવાના આરોપમાં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ચૌહાણને પોતાનુ પદ છોડવુ પડ્યુ હતુ.

સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્ર સરકારે નરેન્દ્ર મોદી પાસેથી સીખવુ પડશે કે મોટા રોકાણને કેવી રીતે આકર્ષિત કરવામાં આવે છે.